માનવ કલ્યાણ યોજના
માનવ કલ્યાણ યોજના ,મળશે રૂપિયા 15000ની સહાય, અહી જાણો અરજી કરવાની રીત
માનવ કલ્યાણ યોજના | e-Kutir Manav Kalyan Yojana | Manav Kalyan Yojana Gujarat 2024| માનવ કલ્યાણ યોજના ગુજરાત 2024 | Manav Kalyan Yojana Application Status | Manav Kalyan Yojana Online Form | માનવ કલ્યાણ યોજના
માનવ કલ્યાણ યોજના ,મળશે રૂપિયા 15000ની સહાય, અહી જાણો અરજી કરવાની રીત ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને વંચિત સમુદાયો, ખાસ કરીને પછાત વર્ગોના લોકો અને યુવાનોને આર્થિક સશક્તિકરણ આપવા માટે “માનવ કલ્યાણ યોજના ” શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, લાભાર્થીઓને પસંદ કરેલા 28 પ્રકારના વ્યવસાયો માટે સાધન સહાય/ટુલ કીટ મફતમાં આપવામાં આવશે.
માનવ કલ્યાણ યોજના મુખ્ય લાભો: | Manav Kalyan Yojana Gujarat 2024
- આર્થિક સહાય: લાભાર્થીઓને રૂ. 48,000/- સુધીની કિંમતની ટુલ કીટ મફતમાં આપવામાં આવશે.
- વ્યવસાય તાલીમ: લાભાર્થીઓને તેમના પસંદ કરેલા વ્યવસાય માટે તાલીમ આપવામાં આવશે.
- રોજગારની તકો: આ યોજના દ્વારા લાભાર્થીઓને સ્વ-રોજગાર મેળવવામાં મદદ મળશે.
- આર્થિક સશક્તિકરણ: યોજનોનો મુખ્ય હેતુ લાભાર્થીઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે.
માનવ કલ્યાણ યોજના કોણ યોજનાનો લાભ લઈ શકે છે: | Manav Kalyan Yojana Gujarat 2024
- 16 થી 60 વર્ષની વય ધરાવતા
- BPL કાર્ડ ધરાવતા
- ગ્રામીણ વિસ્તારમાં રહેતા અને વાર્ષિક આવક ₹ 1,20,000/- થી ઓછી ધરાવતા
- શહેરી વિસ્તારમાં રહેતા અને વાર્ષિક આવક ₹ 1,50,000/- થી ઓછી ધરાવતા (0 થી 20 સ્કોર ધરાવતા BPL\
- લાભાર્થીઓને આવકનો દાખલો નથી)
સમાજના જુદા જુદા વર્ગો માટે કુલ 28 પ્રકારના વ્યવસાય માટે અરજદારોને માનવ કલ્યાણ યોજના હેઠળ કીટના સ્વરૂપે આપવામાં આવે છે જેની યાદી નીચે મુજબ છે
- કડિયા કામ કરતા અરજદારને અંદાજિત કિંમત 14,500 ની સહાય મળવા પાત્ર થશે
- સેન્ટીંગ કામ કરતા અરજદારને અંદાજિત રૂપિયા 7000 ની સહાય મળશે
- વાહન સર્વિસિંગ અને રીપેરીંગ કામ કરતા અરજદારને 16000 રૂપિયાની સાધન સહાય કીટ માટે સહાય મળશે
- મોચી કામ કરતા રસદારને 5450 ની સાધન સહાય કીટ માટે સહાય મળશે
- દરજી કામ કરતા અરજદારને રૂપિયા 21,500 ની સાધન સહાય કીટ માટે સહાય મળશે
- ભરત કામ કરતા અરજદારને 20,500 સહાય મળશે
- કુંભારી કામ કરતા ₹25,000 સહાય મળશે
- વિવિધ પ્રકારની ફેરીને 13800 રૂપિયા સહાય મળશે
- પ્લમ્બર કામ કરતા ₹12,300 ની સહાય મળશે
- બ્યુટી પાર્લર ચલાવતા અરજદારને 11,800 ની સહાય મળશે
- ઈલેક્ટ્રીક કામ કરતા અરજદારને 14000 સહાય મળવાપાત્ર થશે
- ખેડૂતલક્ષી સુથારી વેલ્ડીંગ કામ કરતા અરજદારને 15,000 સહાય મળવા પાત્ર થશે
- સુથારી કામ કરતા અરજદારને નવ હજાર ત્રણસો રૂપિયા સહાય મળશે
- ધોબી કામ કરતા અરજદારને 12,500 સહાય મળશે
- સાવરણી સુપડા બનાવનાર અરજદાર ને 11000 સહાય મળવાપાત્ર થશે
- દૂધ દહીં વેચનાર અરજદારને 10,700 સહાય મળવા પાત્ર થશે
- માછલી વેચનાર અરજદારને₹10,600 ની સહાય મળશે
- પાપડ બનાવટ કામ કરતા અરજદારને 13000 ની સહાય મળશે
- અથાણા બનાવટ કરતા અરજદારને ₹12,000 ની સહાય મળશે
- ગરમ ઠંડા પીણા વેચનાર અરજદારને રૂપિયા 15,000 ની સહાય મળશે
- પંચર કીટ માટે અરજદારને રૂપિયા 15,000 ની સહાય મળશે
- ફ્લોર મિલ ચલાવતા અરજદાર ને રૂપિયા 15000ની સહાય મળશે
- મસાલા મિલ ચલાવતા અરજદારને રૂપિયા 15000ની સહાય મળશે
- રૂની દિવેટ બનાવવા માટે અરજદારને રૂપિયા 20,000 ની સહાય મળશે
- મોબાઈલ રીપેરીંગ કરતા અરજદારને 8600 ની સહાય મળશે
- પેપર કપ તથા પેપર ડીશ ની બનાવટ માટે અરજદારને 48,000 સહાય મળશે
- હેર કટીંગ કરતા અરજદારને 14000 સહાય મળશે
- રસોઈ કામ માટે પ્રેશર કુકર ઉજ્વલા ગેસ કનેક્શનના લાભાર્થીને ₹3,000 ની સહાય મળશે
માનવ કલ્યાણ યોજના ડોક્યુમેન્ટ Manav Kalayan Yojana 2024
- અરજદાર નું આધારકાર્ડ
- બીપીએલ રેશનકાર્ડ ની નકલ
- વાર્ષિક આવકનો દાખલો
- ઉમર અંગેનો પુરાવો
- રહેઠાણનો પુરાવો
- જાતિ નો દાખલો
- જો કોઈ વ્યવસાયિક તાલીમ લીધી હોય તો તેનું પ્રમાણપત્ર
- અભ્યાસનું પુરાવો
- સ્વ ઘોષણાપત્ર
- પાસપોર્ટ સાઈઝ નો ફોટો
માનવ કલ્યાણ યોજના અરજી કેવી રીતે કરવી: | Manav Kalyan Yojana Gujarat 2024
ઑનલાઇન અરજી e-Kutir પોર્ટલ (https://e-kutir.gujarat.gov.in/) દ્વારા કરી શકાય છે.
ઑફલાઇન ફોર્મ ડાઉનલોડ કરીને પણ સબમિટ કરી શકાય છે.
માનવ કલ્યાણ યોજના હેઠળ લાભ લેવા માટે અરજદારો માટે કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ દ્વારા ઈ કુટીર પોર્ટલ બનાવવામાં આવેલ છે જેના મારફતે અરજદાર ઘરે બેઠા બેઠા માનવ કલ્યાણ માટે ઓનલાઇન અરજી કરીને ઉપરના લાયકાતના ધોરણોના લાભ મેળવી શકે છે.
- સૌપ્રથમ અરજદાર એ google પર https://e-kutir.gujarat.gov.in ટાઈપ કરવાનું રહેશે
- જો પહેલા રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો ના પર ક્લિક કરવાનું રહેશે અને ઈ કુટીર પોર્ટલ ગુજરાત ઓનલાઈન રજીસ્ટ્રેશન બોક્સ ખુલશે
- જેમાં ફોર્મ માં દર્શાવેલ બધી જ માહિતી ભરવાની ઓનલાઇન રજીસ્ટ્રેશન થઇ જશે
- બાબતે નોંધણી કરેલ મોબાઈલ નંબર પર યુઝર આઇડી અને પાસવર્ડ અને પાસવર્ડ એસએમએસ મોકલવામાં આવશે
- અરજદાર એ મોબાઇલમાં મળેલ યુઝર આઇડી અને પાસપોર્ટ વડે કુટીર પોર્ટલ પર લોગીન કરવાનું રહેશે
- તેમાં પ્રથમ અરજદાર યુઝર આઇડી ત્યારબાદ પાસવર્ડ અને બાદમાં કેપ્ચા કોડ નાખીને લોગીન બટન પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ પેજમાં જુદી જુદી યોજનાઓ બતાવશે આપણે તેમાંથી માનવ કલ્યાણ યોજના પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ પેજમાં ખુલેલ માનવ કલ્યાણ યોજના વિશેની સામાન્ય માહિતી વાંચીને ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ અરજદાર વિગતોનું છે જેમાં અરજદાર પોતાને લગતી માહિતી ભરી તેને ચકાસણી કરીને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ નવુ પેજ ઓપન થશે જ મારે અરજી ની વિગતો ભરવાની રહેશે ટુલકીટ નું નામ શૈક્ષણિક લાયકાત ની વિગત ટેકનીકલ વિગત વાર્ષિક આવક અને વ્યવસાય વિશેની માહિતી ભરીને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદના નવા પેજમાં રોજગાર પોતાના ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે જેમાં અરજદારનું રેશનકાર્ડ આધારકાર્ડ બીપીએલ રોજગાર બાબતે દસ્તાવેજ વ્યવસાય ને લગતા ડોક્યુમેન્ટ નો સમાવેશ થાય છે
- ત્યારબાદ આગળના સ્ટેપમાં એપ્લિકેશન સબમીટ કરવાથી અરજી નંબર અપડેટ થશે જે સાચવીને રાખો
માનવ કલ્યાણ યોજના મહત્વપૂર્ણ તારીખો: | Manav Kalyan Yojana Gujarat 2024
- યોજના હેઠળ અરજીઓ ખુલ્લી છે.
- ડ્રો ની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.
માનવ કલ્યાણ યોજના વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૦ ટ્રેડ માટે ઇ-કુટીર પોર્ટલ પર તા. ૦૩/૦૭/૨૦૨૪ થી તા. ૩૧/૦૮/૨૦૨૪ સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે.
નોટિફિકેશન માટે અહી ક્લિક કરો
લોગીન માત્ર અહી ક્લિક કરો
નવા રજિસ્ટ્રેશન માટે અહી ક્લિક કરો
અરજી નું સ્ટેટસ. જોવા અહી ક્લિક કરો
વધુ માહિતી માટે:
ગુજરાત ઉદ્યોગ અને ખાણ વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: https://e-kutir.gujarat.gov.in/
તમારા જિલ્લાના ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરો.
અરજી મંજૂર અથવા ના મંજૂર ની જાણ કેવી રીતે કરી શકાય? Manav Kalayan Yojana 2024
તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર નીચે મુજબની સ્થિતિએ એસએમએસ થી જાણ થશે
- તમારી અરજી સબમિટ થયેલી તમારી અરજી સ્વીકારવામાં આવી છે
- અરજી ડ્રોપ માં વસંત થયેલી આપની અરજી ડ્રોમાં પસંદ કરવામાં આવી છે
- અરજી ના મંજુર થયેલી તમારી અરજી ના મંજુર કરવામાં આવે છે
- અરજી ડ્રોમાં ના પસંદ થયેલી તમારી અરજી ડ્રોમાં પસંદ થયેલી નથી જેથી આગામી વર્ષે ધ્યાન લેવામાં આવશે




thanks for ur responce
thanks for ur responce