વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ
વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ: વૃદ્ધ સહાય યોજના ફોર્મ: સરકાર દ્વારા બાળકો,મહિલાઓ,ખેડૂતો, વૃદ્ધો અને વીવીધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજાનઓ દ્વારા સહાય આપવામા આવતી હોય છે. વૃદ્ધો માટે વૃદ્ધ પેન્શન યોજના દ્વારા દર મહિને સહય આપવામા આવે છે. આ પોસ્ટમા આપણે વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ ક્યાથી મેળવવુ ? કેટલી સહાય મળે ? ફોર્મ ભરીને ક્યા આપવુ ? કયા ડોકયુમેન્ટ જોઇએ વગેરે માહિતી મેળવીશુ.
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના
કોને લાભ મળી શકે?
- ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્વ.
- ગરીબી રેખાની યાદીમાં 0 થી ૨૦ સ્કોરમાં નામ નોધાયેલ કુટુંબનો સભ્ય
અરજી આપવાનું સ્થળ
- સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય. https://www.digitalgujarat.gov.in/
અરજીપત્રક સાથે જોડવાના દસ્તાવેજો
- ઉંમરનું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.
- ગરીબી રેખાની યાદી પર નામ હોવાનું પ્રમાણપત્ર.
- આધાર કાર્ડ
- બેન્ક/પોસ્ટ ઓફીસ એકાઉન્ટ
યોજના હેઠળ મળવાપાત્ર લાભ
- ૬૦ થી ૭૯ વર્ષનાં લાભાર્થીને રૂ. રૂ. ૧૦૦૦/- તથા ૮૦ કે તેથી વધુ વયનાં લાભાર્થીને રૂ. ૧૨૫૦/- માસિક સહાય ચુકવવામાં આવે છે.
સહાયની ચુકવણી
- ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે.
અરજી પત્રક ક્યાંથી મળશે.
- જિલ્લા કલેકટર કચેરી.
- મામલતદાર કચેરીથી આ અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકાશે.
- ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન કરી શકાય છે.
- નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે.
- https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
- મંજુર/નામંજુર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલ છે.
યોજનાનું અમલીકરણ
- સબંધીત મામલતદાર કચેરી.
અરજી ના-મંજુર થતા અપીલ અરજી અંગે
- નામંજુર કરવામાં આવેલ અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે.
સહાય ક્યારે બંધ થાય ?
- લાભાર્થીનું નામ ૦ થી ૨૦ ની બી.પી.એલ યાદીમાંથી દુર થતાં
- લાભાર્થીઓનું અવસાન થવાથી
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના (રાજ્ય સરકારની યોજના)
કોને લાભ મળી શકે?
- ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરનાં નિરાધાર વૃધ્ધ.
- ૨૧ કે તેથી વધુ વર્ષનો પુત્ર ન હોય.
- અશક્ત- દિવ્યાંગ વ્યક્તિનાં કિસ્સામાં ૭૫ ટકા થી વધારે દિવ્યાંગતા હોય અને ૪૫ કે તેથી વધુ ઉંમરની વયમર્યાદા હોવી જોઈએ.
- પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તેવા વૃધ્ધો પણ અરજી કરી શકશે.
- અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર રૂ. ૧,૫૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ
- ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ હોય.
- ૬૦ થી વધુ વય ધરાવનાર દંપતી / બન્નેને મળે
અરજી આપવાનું સ્થળ
- સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય. https://www.digitalgujarat.gov.in/
અરજીપત્રક સાથે જોડવાના દસ્તાવેજો
- ઉંમરનું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.
- આવકનો દાખલો.
- દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર.
- ૨૧ વર્ષ થી મોટી ઉમરનો પુત્ર ન હોવાનું પ્રમાણપત્ર.
- આધાર કાર્ડ
- બેન્ક/પોસ્ટ ઓફીસ એકાઉન્ટ
- રેશનકાર્ડ
યોજના હેઠળ મળવાપાત્ર લાભ
- ૬૦ થી ૭૯ વર્ષ સુધીના લાભાર્થીને રૂ. ૧૦૦૦/- અને ૮૦ વર્ષ કે તેથી વધુ વયનાં લાભાર્થીને રૂ. ૧૨૫૦/- ની માસિક સહાય ચૂકવવામાં આવે છે.
સહાયની ચુકવણી
- ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે.
અરજી પત્રક ક્યાંથી મળશે.
- જિલ્લા કલેકટર કચેરી.
- મામલતદાર કચેરીથી આ અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકાશે.
- ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન કરી શકાય છે.
- નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે. https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
- મંજુર/નામંજુર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલ છે.
યોજનાનું અમલીકરણ
- સબંધીત મામલતદાર કચેરી.
અરજી ના-મંજુર થતા અપીલ અરજી અંગે
- નામંજુર કરવામાં આવેલ અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે.
સહાય ક્યારે બંધ થાય ?
- લાભાર્થીઓનું અવસાન થવાથી
| ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ઓફીસીયલ સાઇટ | અહિં ક્લીક કરો |
| નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ઓફીસીયલ સાઇટ | અહિં ક્લીક કરો |
| ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ફોર્મ | અહિં ક્લીક કરો |
| નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ફોર્મ | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| નિયમિત અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
GUJARAT AND CENTRAL YOJANA BLOG....



thanks for ur responce
thanks for ur responce